Uchchatar Madhyamik Gyan Sahayak 2023

ગુજરાત સરકાર શિક્ષણ શિભાગ, સચિવાલય, ગાાંધીનગરના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાક : બમિ- ૧૦૧૪-૧૪૦-ગ(પા.ફા.) અનવ્યે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારરત ભરતી અંગેની જાહેરાત વર્ષ-૨૦૨૩ અન્વયે મેરીટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસાંદગી યાદી તેમજ પ્રશતક્ષાયાદી તૈયાર કરવા માટે ઉલ્લેખ કરેલ શૈક્ષણિક તમે જ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Uchchatar Madhyamik Gyan Sahayak 2023
Uchchatar Madhyamik Gyan Sahayak 2023

૧) શૈક્ષણિક લાયકાત

  • સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારરત ભરતી માટે રાજ્ય પરિક્ષા બોર્ડ ધ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમની TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે. તે મુજબ જે તે વિષયમાં તેઓએ શૈક્ષનિક અને વ્યાસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈશે..
  • શિક્ષણ વિભાગના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાાંક: બમશ-૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા.) અનુસાર પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) ૨૦૨૩માાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવારે સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામા જ્ઞાન સહાયકની કરાર આધારીત નિમણુક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)
  • સમગ્ર શિક્ષા દ્વારા મેરીટ યાદી તૈયાર કરી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી માટેના પોર્ટલ પર મુકવામાં આવશે.
  • ઉમેદવારે જે વિષય અને માધ્યમની TAT ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમનીખાલી જગ્યાઓની યાદીમાાંથી શાળાઓની પસંદગી કરી અને અગ્રીમતાક્રમ આપવાનો રહેશે.
  • ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની શાળાઓની પસાંદગી કરી અને અગ્રીમતાક્રમ આપેલ હશે તે મુજબ Merit cum Preference ના ધોરણે શાળા ફાળવણી કરિઆપવામાં આવશે.
  • ઉમેદવારોએ Merit cum Preference ના ધોરણે શાળા ફાળવણી અંગેની જાણ એસ.એમ.એસ.થી કરવામાં આવશે.
  • શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અંગેની સુચના વેબસાઈટ પર મુકવામાં આવશે. નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફરજીયાત કરાવવાનુ રહેશે. (ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અરજી સાથે જોડવાનાં આધારોની સચિત યાદી http://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.)
  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે.
  • ઉમેદવારને જે જીલ્લામાં શાળા ફાળવવામાં આવશે તે જીલ્લામાં ગુણપત્રકો/પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.

ઉચ્ચક માનદ વેતન

  • માસિક ફિક્સ રૂ ૨૬,૦૦૦/- ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે.

વય મર્યાદા

  • મહત્તમ વય મર્યાદા (અરજીની છેલ્લી તારીખે) ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ૪૨ વર્ષ રહેશે.

ભરવા પાત્ર જગ્યા

  • જે તે જિલ્લામાં સરકારી અને બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લાવાર,માધ્યમવાર,શાળાવાર અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ પર દર્શાવવામાં આવશે.
  • સદર જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈપણ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઈપણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે.

કરારનો સમયગાળો

  • જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર વર્ષ ૨૦૨૩-૨૪ પુરતું ૩૦ એપ્રિલ અથવા જે તે જગ્યા પર શિક્ષક હાજર થાય ત્યાં સુધીનો રહેશે. કરારનો સમય પુર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે.

અરજી કરવાની પધ્ધતિ

  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે અરજી કરવા માટે http://gyansahayak.ssgujarat.org પર જવુ
  • જ્ઞાન સહાયક ( ઉચ્ચતર માધ્યમિક) માટે અરજી કરતા સમયે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જને ના માટે Candidet Login ની નીચે આપેલ Click Here to Login/Register પર ક્લિક કરવું.
  • Click Here to Login/Register પર ક્લિક કયાા બાદ પેજ અવશે તેમાં TAT-HS વર્ષ: 2023 નો સીટ નંબર અને માગ્યા મુજબની વિગતો ભરીને Verify Mobile Number બટન પર ક્લિક કરવું.
  • રજીસ્ટ્રેશન માટે આપેલ મોબાઈલ નંબર માં આવેલ OTP અહી ખીને Register બટન પર ક્લિક કરવું.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ ફરી Regstration Link ની નીચે આપેલ Click Here to Login/Register પર ક્લિક કરવું.
  • રજીસ્ટ્રેનમાં આપેલ વિગતો મુજબ વિગતો ભરીને Login પર ક્લિક કરવું.
  • Login થઇ ગયા બાદ APPLICATION FORM પર ક્લિક કરવું.
  • માગ્યા મુજબ ખાલી ખાનામાં વિગતો ભરવી.
  • લાલ કલરની ફુદરડી“*” દર્શાવેલ છે તે વિગતો ફરજીયાત ભરવાની રહેશે.
    • શૈક્ષણિક લાયકાતની વિગતો દર્શાવવી
    • વ્યવસાયિક લાયકાતની વિગતો દર્શાવવી.
    • વ્યવસાયિક લાયકાતની વિગતો બાદ નીચે આપેલ SAVE & NEXT બટન પર ક્લિક કરવું.
  • માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવા માટે Browse બટન પર ક્લિક કરી ડોકયુમેન્ટ ફાઈલ સિલેક્ટ કરીને Upload બટન પર ક્લિક કરવું.
  • ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા બાદ View and Remove બટન આપેલા છે જો કોઈ ડોક્યુમેન્ટ ફેરફાર કરવાની જરૂર જણાય તો ડીલીટ કરી નવું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય. તમામ ડોક્યુમેન્ટ યોગ્ય રીતે અપલોડ કર્યા બાદ Back બટન પર ક્લિક કરવું.
  • તમામ ડોક્યુમેન્ટ યોગ્ય રીતે અપલોડ કર્યા બાદ Assurance (બાંહેધરી) પર ટીક માર્ક કરી Confirm બટન પર ક્લિક કરવું.
  • અરજી Confirm કર્યા બાદ અરજીપત્રક open થશે. જોમાં ઉપરની બાજુ માં આપેલ વિકલ્પો પૈકી Dashboard પર ક્લિક કરવાનું રહેશે.
  • Dashboard પર ક્લિક કર્યા બાદ ત્રણ વિકલ્પો જેવા મળશે. જમાંથી Application Form Download પર ક્લિક કરી આપનું અરજી ફોર્મ Dwonlode કરી શકાશે.
  • Application Form ની PFD ફાઈલ પ્રિન્ટ મેળવી ઉમેદવારે સાચવી રાખવી. જરૂર પડ્યે રજુ કરવાની રહેશે.

 

 

Leave a Comment