ST Commercial Pilot Loan 2023

અનુસુચિત જનજાતી કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ લોન

ST Commercial Pilot Loan 2023

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે પાયલોટ તાલીમ માટે સરકારસશ્રી ધ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારશ્રી ની અન્ય યોજનાઓ માટે અમારી વેબસાઈટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

ST Commercial Pilot Loan 2023
ST Commercial Pilot Loan 2023

૧) યોજનાનું નામ

 • કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ તાલીમ માટે લોન

૨) કોને લાભ મળી શકે?

 • અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.
 • મેટ્રીક્યલેશન(૧૦)
 • અથવા
 • હાયર સેકન્ડરી (૧૨)
 • અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
 • સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટ માં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.

૩) આવક મર્યાદા

 • સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.

૪) ધિરાણ મર્યાદા

 • રૂ ૨૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે

૫) વ્યાજ દર

 • ૪ ટકાના વ્યાજના દરે.

૬) અરજી કરવા

 • આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.
 • આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે.

૭) યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 • રુ. ૨૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે.

૮) લોન પરત કરવાનો સમયગાળો

 • લોન આપ્યા તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઈ કરવાની રહેશે.

૯) અરજી પત્રક ક્યાંથી મળશે.

 • આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે અરજી રજુ કરવાની હોય છે.

૧૦) ઓફિસીયલ વેબસાઈટ

૧૧) યોજનાની દરખાસ્ત

 • આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

૧૨) જરૂરી ડોક્યુમેન્ટ

 • અરજદારનો જાતિનો દાખલો
 • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
 • અરજદાર શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો-૧૦ થી આગળ અભ્યાસ કર્યે હોય તે બધાજ.
 • કુટુંબની આવકનો દાખલો.
 • આઈ.ટી. રિટર્ન, ફોર્મ – ૧૬

૧૩) યોજના અંગે ટુંકમાં

 • આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે પાયલોટ તાલીમના માટે રૂ.૨૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે .

Leave a Comment