Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

  • ગુજરાતમાં રહેતી મહિલા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક શોધી રહ્યા છો? જો હા, તો Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 તમારો ઉકેલ હોઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 26 ફેબ્રુઆરી 2020ના રોજ શરૂ કરેલી, આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા માટે રૂ. 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપીને સશક્તિકરણ કરવાનો છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવા માટે તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના 2020-21ની શરૂઆત કરવામાં આવી છે.
  • આ યોજના નો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગ્રુપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

  • યોજના – Mukhyamantri Mahila Utkarsh Yojana 2023
  • વર્ષ – ૨૦૨૩
  • ઉદ્દેશ્ય- લોન સહાય પુરી પાડવાનો
  • લાભાર્થી – ગુજરાતના નાગરીકો
  • કોના ધ્વારા અમલમાં મુકવામાં આવેલ – ગુજરાત સરકાર
  • સત્તાવાર વેબસાઈટ – www.mmuy.gujarat.gov.in

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

  • (૧) Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
    (ર) Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગ્રુપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.
    (૩) આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે.

યોજનાનો હેતુ

  • સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂ. ૧.૦૦ લાખ ધિરાણ અપાવવુ.
  • ધિરાણના માધ્યમથી સ્વ રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.

લક્ષિત લાભાર્થી

  • ધિરાણ મેળવવા ઇચ્છુક ૧૦ મહિલાઓ. 
  • મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ
  • વિધવા ત્યક્તા બહેનોને અગ્રતા. 
  • હયાત જુથ કે જેની લોન બાકી ન હોય. 
  • લક્ષ્યાંક : ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો 
  • તે પૈકી ગ્રામ્ય વિસ્તાર ૫૦,૦૦૦ જુથ તથા શહેરી વિસ્તાર ૫૦,૦૦૦ જુથ.

કુલ બજેટ

  • રૂ. ૧૬૮.૦૦ કરોડ.

મહિલા જુથોને નાણાકિય સપોર્ટ

  • મહિલા જૂથો: ૧ લાખ 
  • મહિલા જૂથના સભ્યો: ૧૦ લાખ 
  • સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ રૂ. ૬૦૦૦/- સુધી વ્યાજ સહાય. 
  • લોન રકમ: જુથ દીઠ રૂ. ૧ લાખ
  • વ્યાજ: ૧૨ % મુજબ, વાર્ષિક વધુમાં વધુ રૂ. ૬,૦૦૦/- 
  • લોન પરત ચુકવણી: માસિક રૂ. ૧૦૦૦૦/- ના હપ્તા મુજબ વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦/-
  • જે રકમ પૈકી રૂ. ૧,૦૦,૦૦૦ લોન વસૂલાત અને રૂ. ૨૦,૦૦૦ બચત તરીકે.
  • સ્ટેમ્પ ડ્યુટીમાં માફી : બેંક લોન માટે જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે.

ધિરાણ સંસ્થાઓ અને સપોર્ટ

  • રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપ્રેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ

બેન્કો/ધિરાણ સંસ્થાને સપોર્ટ

  • જુથ દીઠ રુ. ૪૦૦૦/- રીકવરી મિકેનીજમ પેટે.
  • જુથ દીઠ રૂ. ૪૦૦૦/- સુધી NPA ફંડ

અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી
  • રેશન કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર

મહત્વપૂર્ણ લીંક

ઓફિસીયલ વેબસાઈટ- ક્લિક કરો

અન્ય યોજના માટે- ક્લિક કરો


Leave a Comment