કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના

કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના

અનુસૂચિત જાતીના લોકોની નબળી આર્થિક પરીસ્થિતિના કારણે તેઓ જોખમી અને હઠીલા દર્દો રોગો માટેની મોંધી દવાઓ ખરીદી સક્તા નથી કે યોગ્ય સારવાર મેળવી સક્તા નથી આથી સરકારશ્રી એ કાળજી પૂર્વકની વિચારણાને અંતે અનુ.જાતીના લોકોને આપવાના આવતી મફત તબીબી સહાય યોજના અંતર્ગત નીચે મુજબ સહાય આપવામાં આવે છે. સરકારશ્રી ની અન્ય યોજનાઓ માટે અમારી વેબસાઈટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના

યોજના હેતુ 

 • અસાધ્‍ય અને ગંભીર રોગ જેવા ટી.બી, કે અને રકતપિત્તથી પીડાતા અનુસૂચિત જાતિના દર્દીઓને સહાય ચુકવવાનો હેતુ.

યોજના શરૂ વર્ષ

 • ૧૯૭૧

પાત્રતા માપ દંડ

 • અરજદારશ્રી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
 • ટી.બી, કેન્‍સર, એઈડ્સ અને રકતપિત્તના રોગના દર્દી જયાં સારવાર લેતાં હોય તેવા સરકારી દાકતર અથવા સરકાર માન્‍ય દવાખાના ના દાકતરનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનુ રહેશે.
 • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/-.

સહાયનું ધોરણ

 • સ્‍ત્રીઓને થતા પાંડુરોગ માટે – રૂ.૧૫૦/- કેસ દીઠ
 • પ્રસુતિના ગંભીર રોગના કેસમાં – રૂ.૫૦૦/- કેસ દીઠ
 • ટી.બી માટે રૂ.૫૦૦/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી )
 • કેન્‍સર માટે રૂ.૧૦૦૦/- માસિક (દર્દ મટે નહી ત્‍યાં સુધી)
 • રકતપિત્‍ત માટેરૂ.૮૦૦/- માસિક (દર્દ મટે નહી ત્‍યાં સુધી)
 • એચઆઇવી માટે રૂ.૫૦૦/- માસિક (દર્દ મટે નહી ત્‍યાં સુધી)

અમલીકરણ કચેરી

 • સા.ન્યા.અને અધિ. વિભાગના ઠરાવ ક્ર્માંક – એસસીડબલ્યુ / ૧૦૧૫ / ૩૩૯૫૦૦ / ગ,તા. ૨૮/ ૦૮/૨૦૧૫ ના ઠરાવથી આ યોજના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તક મુકવામાં આવેલ છે.

ઠરાવો અને પરિપત્રો

 • ઠરાવ – ૧૮/૦૯/૯૮એસસીડબલ્યુ–૧૦૯૭/ન.બા/૯/ગ
 • ઠરાવ – ૧૩/૦૪/૧૨ અજક–૧૦૨૦૧૧–ન.બા.૨૬–ગ
 • ઠરાવ – ૨૮/૦૮/૧૫એસસીડબલ્યુ–૧૦૯૫/૩૩૯૫૦૦/ગ

ઓફિસીયલ વેબસાઈટ

 

Leave a Comment