Indira Gandhi Old Age Pension Scheme 2024

Indira Gandhi Old Age Pension Scheme 2024

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના

અનુસૂચિત જાતીના લોકોની નબળી આર્થિક પરીસ્થિતિના કારણે તેઓ જોખમી અને હઠીલા દર્દો રોગો માટેની મોંધી દવાઓ ખરીદી સક્તા નથી કે યોગ્ય સારવાર મેળવી સક્તા નથી આથી સરકારશ્રી એ કાળજી પૂર્વકની વિચારણાને અંતે અનુ.જાતીના લોકોને આપવાના આવતી મફત તબીબી સહાય યોજના અંતર્ગત નીચે મુજબ સહાય આપવામાં આવે છે. સરકારશ્રી ની અન્ય યોજનાઓ માટે અમારી વેબસાઈટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

Indira Gandhi Old Age Pension Scheme 2024
Indira Gandhi Old Age Pension Scheme 2024

1) કોને લાભ મળી શકે?

  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
  • ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય.

2) અરજી આપવાનું સ્થળ

  • સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

3) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
  • ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

4) યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.

5) સહાયની ચુકવણી

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

6) અરજી પત્રક ક્યાંથી મળશે.

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે. 
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. 
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

7) યોજનાનું અમલીકરણ

  • સબંધીત મામલતદાર કચેરી.

8) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

9) સહાય ક્યારે બંધ થાય ?

  • લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં.
  • લાભાર્થીઓનું અવસાન થવાથી.

Leave a Comment