Gujarat Police LRD new Recruitment Rules 2024

Gujarat Police LRD new Recruitment Rules 2024

ગુજરાત પોલીસ ધ્વારા લોકરક્ષકના “Gujarat Police LRD new Recruitment Rules 2024” વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ ટોપીક વાઇઝ તમે વાંચી શકો છો. LRD ની આવનારી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટ ગુજરાતજોબપોર્ટલ સાથે જોડાયેલા રહો.


Lrd ના નવા નિયમો

  • હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે
  • દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે
  • શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો
  • શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ(MCQ) ટેસ્ટમાં ભાગ લઈ શકશે
  • 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું ત્રણ કલાકનું પેપર લેવાશે
  • આ પેપર ભાગ A અને B એમ બે ભાગમાં રહેશે
  • દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે
  • વિષયોમાં પણ થયો ફેરફાર જે નીચે આપેલ મુજબ રહેશે.

More Details

  • સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઇ ગુણ રહેશે નહિ.
  • પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારિરીક કસોટી હવે ફક્ત ક્વોલીફાઇંગ રહેશે તેના કોઇ ગુણ આપવાના રહેશે નહિ અને શારિરીક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઇ શકશે.
  • અગાઉ શારિરીક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVES MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ફરજિયાત લાવાના રહેશે.
  • જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી
    • સાયકોલોજી
    • સોશ્યોલોજી
    • આઇ.પી.સી.
    • સી.આર.પી.સી
    • એવીડન્સ એક્ટ
  • આ વિષયો રદ્દ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

New Subject


Part-A

  • Reasoning And Data Interpretation – 30 Mark
  • Quantitative Aptitude- 30 Mark
  • Comprehension in Gujarati Language- 20 Mark
  • Total – 80 Mark

Part-B

  • The Constitution Of India – 30 Mark
  • Current Affairs, Science and Technology, General Knowledge- 40 Mark
  • History, Culture Heritage and Geography of Gujarat and Bharat – 50 Mark
  • Total – 120 Mark

Important Links

Official Notification- Click Here

Official Website- Click Here


Gujarat Police LRD new Recruitment Rules 2024​
Gujarat Police LRD new Recruitment Rules 2024

Leave a Comment