Bhasa niyamak Hindi Higher/Lower Exam 2024

Bhasa niyamak Hindi Higher/Lower Exam 2024

ભાશા નિયામકની કચેરી, ગાંધીનગર ધ્વારા સરકારનાં અધિકારીઓ/કર્મચારીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષાની નિમ્ન તથા ઉચ્ચ શ્રેણીની પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ-૨૦૨૪ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ નીચે મુજબ રહેશે. અન્ય સરકારી ભરતીની માહિતી માટે અમારી વેબસાઈટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

માહિતીઃ-

  • Organisation- ભાષા નિયામક કચેરી, ગાંધીનગર
  • State- ગુજરાત
  • Exam name- હિન્દી ઉચ્ચ/નિમ્ન,ગુજરાતી ઉચ્ચ/નિમ્ન
  • Post Category- પરિક્ષા ટાઈમ ટેબલ
  • Year- ૨૦૨૪
  • Join our group- ક્લિક કરો

ભાષા નિયામક વિશેઃ-

  • ભાષા નિયામકની કચેરી ૧૯૬૦થી અસ્તિત્વમાં આવી છે. આ કચેરી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત હતી. તા.૦૨/૦૬/૨૦૦૫થી આ કચેરી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત છે. ક
  • ચેરીની સમગ્ર દેખરેખ ભાષા નિયામકશ્રી કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ ભાષા નિયામક, પ્રકાશન અધિકારી, સંપાદન અધિકારી, સંશોધન અધિકારી, ભાષાંતરકાર/સંશોધન મદદનીશો વગેરે ભાષાંતર પાંખ માટે કામ કરે છે.
  • આ ઉપરાંત, કચેરીમાં મદદનીશ ભાષા નિયામક, હિસાબનીસ એમ જુદાજુદા અધિકારીઓ/કર્મચારીઓ કામગીરી બજાવે છે. રાજયમાં ભાષા નિયામકની એકમાત્ર કચેરી છે જે ગાંધીનગર ખાતે કાર્યરત છે.
  • કચેરીનાં મુખ્ય કાર્યોમાં રાજય સરકારના વહીવટી વિભાગો માટે ભાષાંતરની કામગીરી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શબ્દકોશો તૈયાર કરવા, પારિભાષિક શબ્દો પ્રમાણભૂત કરવા અને તે વ્યવહારમાં લાવવા માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવો, બિન-ગુજરાતી કર્મચારીઓ માટે ગુજરાતી પરીક્ષા તથા ગુજરાતી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષાનું આયોજન કરવું, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ઓપવર્ગો ચલાવવા, ટાઇપ રાઇટર/કોમ્યૂટરોના “કી બોર્ડ” (કળપટ)ને આખરી રૂપ આપવું, ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી શબ્દકોશો, પારિભાષિક શબ્દકોશો, પુસ્તિકાઓ વગેરે પ્રસિદ્ધ કરવાં તથા રોજિંદા પત્રવ્યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશે ખાતાઓ તથા જિલ્લા કચેરીઓને માર્ગદર્શન આપવું, તકતીઓ અને નિમંત્રણ પત્રિકાઓની ભાષાકીય ચકાસણી, ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે રાજભાષા પ્રદર્શન/પરિસંવાદો યોજવાં વગેરેનો સમાવેશ થાય છે.

પરિક્ષા કાર્યક્રમઃ-

Bhasa niyamak Hindi Higher/Lower Exam 2024
Bhasa niyamak Hindi Higher/Lower Exam 2024

ઓફિસિયલ વેબસાઈટ

->> અહિ ક્લિક કરો

વોટ્સપ ગ્રુપમાં જોડાઓ

->> અહિ ક્લિક કરો

Leave a Comment